-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજા હિતકારી નિર્ણય :- નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં
પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથા આવતીકાલે મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે
-: ગેટ નં-૧ અને ગેટ નં-૪ પરથી પ્રવેશ પાસ દ્વારા નાગરિકોને પ્રવેશ અપાશે:- કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન SOPનું પાલન કરવા મુલાકાતીઓને ખાસ અપીલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રજા હિતકારી નિર્ણયને પગલે નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓમાં ભારે ખુશી અને રાહતની લાગણી પ્રસરી – લોકોએ મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને વધાવ્યો અને આવકાર્યો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.20
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીશ્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજા હિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-૧,ર માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રજા હિતકારી નિર્ણયને પગલે નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓમાં ભારે ખુશી અને રાહતની લાગણી પ્રસરી છે. એટલું જ નહી, લોકોએ મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને વધાવ્યો અને આવકાર્યો છે.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇપણ હાલાકી વિના સરળતાએ મંત્રીશ્રીઓ, સરકારી અધિકારીઓને મળી શકે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બર-ર૦ર૧થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-ર૦ર૦થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, મંગળવાર તા.ર૧મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે.
એટલું જ નહિ, પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOP નું પાલન જાહેર હિતમાં કરવા પણ અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રજા હિતકારી નિર્ણયને પગલે નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓમાં ભારે ખુશી અને રાહતની લાગણી પ્રસરી છે. એટલું જ નહી, લોકોએ મુખ્યમંત્રીશ્રીના નિર્ણયને વધાવ્યો અને આવકાર્યો છે.
#bharatmirror #bharatmirror21 #news