સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ શહીદ ન્યાયતંત્રના પદ અધિકારીઓ અને દેશ-વિદેશના મહાનુભાવો, કાયદા જગતના માધાંતાઓ હાજર રહ્યા
સરહદ પારના લિટીગેશન્સ, વૈશ્વિક ફલક પરના પ્રશ્નો માટેના આંતરરાષ્ટ્રીય કાયદા સહિતના મહત્વના વિષયો પર મહત્વની ચર્ચા વિચારણા
અમદાવાદ,તા.23
આજથી વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે તા.૨૩ અને ૨૪ સપ્ટેમ્બર એમ બે દિવસીય ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ શરૂ થઈ છે. આ મેગા ઇવેન્ટનું ઉદ્ધાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ મુખ્ય અતિથિ વિશેષપદે હાજર રહયા હતા. સૌપ્રથમવાર આટલા મોટા પાયે યોજાઇ રહેલી આ ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સમાં પ્રથમ વખત સરહદ પારના લીટીગેશન્સ, વૈશ્વિક ફલક પરના પ્રશ્નો માટેના આંતરરાષ્ટ્રીય કાયદા સહિતના મહત્ત્વના વિષયો હાથ પર લેવાશે.
બે દિવસીય આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સુપ્રીમકોર્ટ અને વિવિધ હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, ન્યાયતંત્રના પદાધિકારીઓ ઉપરાંત, કાયદા ક્ષેત્ર અને ન્યાય જગતના કાયદાવિદ્ માધાંતાઓ અને નિષ્ણાતો હાજરી આપી રહ્યા છે. સૌપ્રથમવાર ૩૦થી વધુ દેશોના કાયદાજગતના તજજ્ઞાો આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્ય છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે આ મેગા ઇવેન્ટના સફળ સંચાલન માટે રાષ્ટ્રીય કક્ષાની જેમને જવાબદારી સોંપાઇ તે ગુજરાતના ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલે આ કોન્ફરન્સને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે દિવસની ઐતિહાસિક કોન્ફરન્સનું પીએમ દ્વારા ઉદઘાટન કરાયું હતું. એસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂદ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે આવતીકલે બીજા દિવસે તા.૨૪મી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સમાપન કરવામાં આવશે. બે દિવસીય એવી આ આંતરરાષ્ટ્રીય લોયર્સ કોન્ફરન્સમાં ગ્લોબલ લો ફોર ગ્લોબલ ઇશ્યુ, ઇન્ટરનેશનલ લીગલ ઇશ્યુ, એક્સેસ ટુ જસ્ટીસ લીગલ એઇડ ઇન ડેવલપીંગ નેશન્સ, જસ્ટિસ ડિલીવરી સીસ્ટમ, ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન ઇન ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન, આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સઃ ટ્રાન્સફોર્મીંગ ધ લીગલ લેન્ડસ્કેપ અને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન બોર્ડરલેસ વર્લ્ડ, ફયુચર ઓફ લીગલ એજયુકેશનઃ ધી નેક્સ્ટ જનરેશન લોયર સહિતના બહુ મહત્ત્વના અને વેૈશ્વિક ફલકના સંવેદનશીલ વિષયો પર ચર્ચા વિચારણા અને વિસ્તારપૂર્વક છણાવટ હાથ ધરવામાં આવશે. આ સિવાય સરહદ પારના લીટીગેશન્સમાં પડકારો, લીગલ ટેકનોલોજી, પર્યાવરણીય અધિકારો અને ન્યાયની તકો સહિતના વિષયો પણ હાથ પર લેવાશે. બે દિવસીય કોન્ફરન્સમાં પેનલ ડિસ્કશન, મહત્ત્વના વિષયો પર સંબોધન, પ્રશ્નોત્તરી અને ચર્ચા સત્ર સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સૌપ્રથમવાર ૩૦ વધુ દેશોના કાયદા ક્ષેત્રના માધાંતાઓ અને ન્યાયજગતના નિષ્ણાત તજજ્ઞો આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્ય છે. તો, દેશભરમાંથી વિવિધ હાઇકોર્ટના જજીસ, ન્યાયતંત્રના પદાધિકારીઓ, તમામ રાજયોની બાર કાઉન્સીલના પ્રતિનિધિતઓ, કાયદા જગતના શ્રેષ્ઠ અને નામાંકિત વકીલો સહિતના મહાનુભાવો કાયદા અને ન્યાયતંત્રના ઉપરોકત વિષયો પર ચર્ચા અને જ્ઞાાનસભર જાણકારીનું આદાન પ્રદાન કરશે. ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સને સફળ બનાવવામાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા, બીસીઆઇની ટીમ, ગુજરાતના ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલ તેમની ટીમ સહિતના આગેવાનોએ બહુ ભારે જહેમત ઉઠાવી છે.
બોક્સ : આઝાદીની લડતથી લઈ દેશના સર્વોચ્ચ વિકાસ સુધીની સફરમાં વકીલોનું બહુમૂલ્ય યોગદાન : જે.જે.પટેલ
દરમિયાન ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ ની સફળતા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે ખભે ખભો મિલાવી ભારે જહેમત ઉઠાવી છેલ્લા 20-25 દિવસથી દિલ્હીમાં જ રોકાઈ રાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં નોંધનીય કામગીરી કરનાર ગુજરાતના ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે.પટેલે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આઝાદીની લડતથી લઈ દેશના હાલના સર્વોચ્ચ વિકાસ સુધીની સફરના મૂળમાં તમે જુઓ તો વકીલોનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.. આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપતરાય, મદનમોહન માલવીયા, બાબાસાહેબ આંબેડકર સહિતના અનેક મહાનુભાવો જોઈએ તો તે વકીલ હતા અને તેમણે દેશને આઝાદી અપાવવામાં સિંહ ફાળો આપ્યો હતો. શ્રી જે.જે.પટેલે વધુમાં ઉમેર્યું કે, વકીલો રાજનીતિમાં અગ્રેસર હોય છે, વકીલો રાજકારણનો પર્યાય છે. દેશની બધી જ પાટીઁના પ્રવકતા પણ વકીલો જ છે..આમ રાજકારણની વિચાર ધારાનો વાહક વકીલ જ હોય છે.. આ વખતની ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ દેશના કાયદાના શાસનને મજબૂત કરવામાં, વકીલઆલમને કાનૂની ક્ષેત્રે ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવામાં અને ન્યાયજગતને વધુ સુદ્રઢ બનાવવા માટે માર્ગદર્શક અને બહુ સીમા ચિન્હરૂપ સાબિત થશે.
#bharatmirror #bharatmirror21 #news
#NarendraModi #PrimeMinister