નીતા લીંબાચિયા, અમદાવાદ.
18 જાન્યુઆરી 2024:
GCCI ફૂડ એન્ડ ડેરી કમિટી, MSME કમિટી અને બિઝનેસ વુમન કમિટીએ તારીખ 18 મી જાન્યુઆરી, 2024 ના રોજ નેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) સાથે સંયુક્ત રીતે મિલેટ ટેક્નોલોજી વિશે જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે તેમના વક્તવ્યમાં, GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયરે મીલેટ્સ ના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તે સમગ્ર રાષ્ટ્ર માટે કેવી રીતે પરિવર્તનકારી સાબિત થશે તે વિષે વાત કરી હતી. તેઓએ સમગ્ર દેશમાં મીલેટ્સ ની વધતી જતી જાગરૂકતા અને NRDC દ્વારા આ માટે ભજવવામાં આવતી મહત્વની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. તેઓએ એ હકીકત પર ભાર મૂક્યો કે એ પેઢીઓથી અસ્તિત્વમાં તેવો જૂનો ખોરાક છે, જેના વિશે આપણે લાંબા સમયથી જાણીએ છીએ, પરંતુ હવે તેના વિશે મીલેટ્સ જાગૃતિ આવી રહી છે જેના કારણે લોકોમાં સારી ખોરાક વિષયક ટેવો પણ પડી રહી છે.
આ પ્રસંગે સહભાગીઓનું સ્વાગત કરતા શ્રી પ્રશાંત પટેલ, GCCI માન. સેક્રેટરી (પ્રાદેશિક) એ મીલેટ્સ ના મહત્વ વિશે અને NRDC કેવી રીતે ગ્રાહકોમાં તેના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે તે વિષે વાત કરી હતી. તેઓએ મીલેટ્સ ઉદ્યોગસાહસિકો માટે પણ કેવી રીતે મહત્વપૂર્ણ છે તે વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે મુખ્ય વક્તા ડૉ. આકાંક્ષા જૈન, ડેપ્યુટી મેનેજર, NRDCનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે વિષયની પ્રસ્તાવના આપતા, શ્રી કૌશિક પટેલ, ચેરમેન, GCCI ફૂડ એન્ડ ડેરી કમિટીએ મિલેટ ટેકનોલોજી ના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેવી રીતે ગ્રાહકો માટે તેમજ રાષ્ટ્ર માટે પણ મીલેટ્સ ના મહત્વ વિષે અવારનવાર વાત કરે છે અને મીલેટ્સ કેવી રીતે “કૃષિ” તેમજ આપણી “સંસ્કૃતિ” માટે અત્યંત સુસંગત છે. તેમણે જણાવ્યું કે ભારત વૈશ્વિક સ્તરે મીલેટ્સ ના સૌથી મોટા ઉત્પાદકોમાં નું એક છે. તેમણે ઉલ્લેખ કર્યો કે મીલેટ્સ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સ્વસ્થ અને મૂલ્યવાન અનાજ છે. તેમણે તે બાબત પર ભાર મુક્યો હતો કે મીલેટ્સના મહત્વને અનુલક્ષીને જ GCCI અને NRDCએ તેને પ્રોત્સાહન આપવા માટે હાથ મિલાવવાનું નક્કી કર્યું. તેમણે ટેકનોલોજી ટ્રાન્સફર માં NRDCની અનુકરણીય ભૂમિકાની પ્રશંસા કરી હતી.
પ્રાસંગિક સંબોધન આપતાં ડૉ. આકાંક્ષા જૈને જણાવ્યું હતું કે આ સેમિનાર પાછળનો વિચાર જાહેર જનતા તેમજ વ્યાપારીઓ સુધી મીલેટ્સ ના મહત્વ ની વાત પહોંચાડવાનો છે કે જે વિશ્વના પ્રથમ તેમજ ભવિષ્યના અનાજ પણ છે. તેઓએ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેના અંતરને ઘટાડવા બાબતે NRDCનો વિગતવાર પરિચય આપ્યો હતો. તેઓએ એ પણ ટિપ્પણી કરી કે NRDC ભારતમાં સૌથી જૂની અને સૌથી મોટી ટેકનોલોજી ટ્રાન્સફર સંસ્થા છે. તેઓએ લેબ ટૂ માર્કેટ ટેકનોલોજી ટ્રાન્સફર માં NRDC સ્ટાર્ટઅપ્સને કેવી રીતે મદદ કરે છે તેની વિગતો આપી હતી.
મિલેટ્સ વિશે બોલતા તેઓએ ઉલ્લેખ કર્યો કે મીલેટ્સ ઘાસ અને નાના બીજ વાળા અનાજ અને બરછટ અનાજનો પ્રકાર છે જે લાખો વર્ષો પહેલા વિકસિત થયો હતો. મીલેટ્સ એશિયા અને આફ્રિકામાં ઉદભવેલા પ્રાચીન પાક છે. મીલેટ્સ નું ઉત્પાદન ખેડૂતો, ઉપભોક્તાઓ અને ઉદ્યોગસાહસિકો માટે પણ ઘણું ફાયદારૂપ છે. તેમણે આ વિભાગો માટે મીલેટ્સ કેવી રીતે ફાયદાકારક બની શકે છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ મીલેટ્સ અને ઘઉં અને ચોખા વગેરે વચ્ચેની સરખામણી પણ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #gcci #nationalresearch #developmentcorporation #ahmedabad