નીતા લીંબાચિયા, અમદાવાદ.
18 જાન્યુઆરી 2024:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારત ખાતેના તાન્ઝાનિયા ના હાઈ કમિશનર શ્રીમતી અનીસા કપુફી મ્બેગાના નેતૃત્વમાં રિપબ્લિક ઓફ તાંઝાનિયાના પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ બિઝનેસ મિટિંગ નું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે, જી.સી.સી.આઈ ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જિનિયરે ભારત ખાતેના યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયાના હાઈ કમિશનર શ્રીમતી અનીસા કપુફી મ્બેગા અને તાંઝાનિયાના બિઝનેસ ડેલિગેશન નું સ્વાગત કર્યું હતું. તેમણે ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગ ને વિકસિત કરવા અંગેના GCCIના સાત દાયકાના ઇતિહાસ અંગે વાત કરી હતી તેમજ તાજેતરના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં GCCIના સ્ટેટ પાર્ટનર તરીકેની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
તેમણે ભારત અને તાંઝાનિયા વચ્ચેના મજબૂત ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય એક અગ્રગણ્ય ઔદ્યોગિક અને આર્થિક શક્તિ તરીકે આ અંગે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમણે તાન્ઝાનિયા સ્થિત નોંધપાત્ર ગુજરાતી ડાયસ્પોરા વિશે પણ વાત કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આજ ની આ મિટિંગ ફળદાયી સાબિત થશે તેમજ પરસ્પરના સહયોગ અને વિકાસ બાબતે નક્કર પગલાં તરફ દોરી જશે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં તાંઝાનિયા અને ગુજરાત વચ્ચે સંબંધો સ્થાપિત કરવા અને મજબૂત કરવા માટે GCCIના સમર્થનની ખાતરી આપી હતી.
ભારતમાં યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાંઝાનિયાના હાઈ કમિશનર એચ.ઇ. શ્રીમતી અનીસા કપુફી મ્બેગાએ તેમના સંબોધનમાં તાંઝાનિયા ઈન્વેસ્ટમેન્ટ સેન્ટર વિશે માહિતી આપી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે તાન્ઝાનિયા ખાતે રોકાણ બાબતે ભારત તે ટોચના 5 દેશોમાંનો એક દેશ છે. તેઓએ જણાવ્યું હતું કે ભારતમાંથી $3.7 બિલિયનના 632 પ્રોજેક્ટ નોંધાયેલા છે, જે થકી તાંઝાનિયાના હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થયેલ છે. તેઓએ ઉમેર્યું હતું કે તાંઝાનિયા આફ્રિકાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. તાંઝાનિયાના વૈવિધ્યસભર આર્થિક લેન્ડસ્કેપનું પ્રતિનિધિત્વ કરતા આ પ્રતિનિધિમંડળે GCCIના બિઝનેસ કોમ્યુનિટીના મુખ્ય હિતધારકો સાથે અનેકવિધ ચર્ચા કરી હતી જેમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી, એગ્રો-પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ, લેધર ઇન્ડસ્ટ્રી અને માઇનિંગનો વગેરેનો સમાવેશ થયેલ.
#bharatmirror #bharatmirror21 #news #gcci #tanzania #ahmedabad