મે 17, 2024ના રોજ~ ગ્રાફિક ઈન્ડિયા અને આર્કા મિડિયા પ્રોડકશન, એસ.એસ. રાજામૌલી અને શરદ દેવરાજન દ્વારા નિર્મિત બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ ખાસ ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે ~
નીતા લીંબાચિયા, અમદાવાદ.
3 મે , 2024:
ભારતમાં સૌથી વહાલી ફેન્ટસી ફ્રેન્ટાઈઝીમાંથી એક બાહુબલી ફક્ત વાર્તા નથી, પરંતુ બ્રહ્માંડ છે. બાહુબલીની દુનિયામાંઘણી બધી નહીં સાંભળેલી, નહીં જોયેલી અને સાક્ષી નહીં બનેલી ઘટનાઓ છે. ડિઝની+ હોટસ્ટાર દ્વારા ફિલ્મ ફ્રેન્ચાઈઝ હોટસ્ટાર સ્પેશિયલ્સ’ ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’,ની પ્રીક્વેલ જાહેર કરવામાં આવી છે, જે વાર્તામાં બાહુબલી અને ભલ્લાલદેવ મહિષ્મતીના મહાન શાસન અને સિંહાસનનું રક્તદેવ તરીકે ઓળખાતા રહસ્યમય લડાકુના મોટા ખતરા સામે રક્ષણ કરવા એકત્ર આવે છે. ગ્રાફિક ઈન્ડિયા અને આર્કા મિડિયા પ્રોડક્શન બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ દીર્ઘદ્રષ્ટા એસ. એસ. રાજામૌલી, શરદ દેવરાજન અને શોબુ યરલાગડ્ડા દ્વારા નિર્માણ કરાયું છે, જ્યારે દિગ્દર્શન અને નિર્માણ જીવન જે. કાંગ અને નવીન જોનનાં છે, જે પુરાણકથા સાહસ, ભાઈચારો, દગાબાજી, સંઘર્ષ અને વીરતાની અકથિત વાર્તા અનુભવવા માટે બાહુબલીની નહીં જાયેલી એનિમેટેડ દુનિયામાં લઈ જાય છે, જે પાવર-પેક્ડ એકશન સિરીઝ 17 મે, 2024થી આરંભ કરતાં ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા માટે સુસજ્જ છે.
ડિઝની સ્ટારના એચએસએમ એન્ટરટેઈનમેન્ટ નેટવર્કના કન્ટેન્ટ, ડિઝની+ હોટસ્ટાર &ના હેડ ગૌરવ બેનરજીએ જણાવ્યું હતું કે, “અમને બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ સાથે આઈકોનિક ફ્રેન્ચાઈઝમાં ઊંડાણથી ડોકિયું કરવાનો ભારે રોમાંચ છે. સમકાલીન વાર્તાકથનમાં એનિમેશનની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઓળખતાં અમે અમારા દર્શકો માટે બાહુબલી અને ધ લીજેન્ડ ઓફ હનુમાન જેવી રોમાંચક વાર્તાઓ લાવવા માટે કટિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય પુખ્તો માટે એનિમેશન પ્રકાર સતત સમૃદ્ધ બનાવવાનું અને દર્શકોને રોમાંચિત કરવાનું છે, જે સાથે ગ્રાફિક ઈન્ડિયા સાથે અમારો સહયોગ વધુ બહેતર બનાવવાનું છે.”
બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડના ક્રિયેટર અને પ્રોડ્યુસર એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું હતું કે, “બાહુબલીની દુનિયા વિપુલ છે અને ફિલ્મની ફ્રેન્ચાઈઝ તેની ઉત્તમ પ્રસ્તાવના હતી. જોકે આમાં હજુ ઘણું બધું ખોજ કરવાનું બાકી છે અને અહીં જ બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ તસવીરમાં આવે છે. આ વાર્તામાં બે ભાઈઓએ મહિષ્મતીનું રક્ષણ કરવાનું છે ત્યારે બાહુબલી અને ભલ્લાલદેવના જીવનમાં ઘણા બઘા અજ્ઞાત વળાંકો અને લાંબા સમયથી અંધકારમાં દટાયેલી ગોપનીયતા પહેલી વાર ઉજાગર કરશે. અમને બાહુના ચાહકો માટે આ નવો ધ્યેય લાવવામાં અને બાહુબલીની દુનિયામાં નવો અને રોમાંચક દેખાવ લાવતી આ એનિમેટેડ ફોર્મેટમાં વાર્તા લાવવાની બેહદ ખુશી છે. આર્કા મિડિયાવર્કસ અને મને બાળકોની પાર વ્યાપક દર્શકો માટે ભારતીય એનિમેશનને નવો આકાર અમે આપી રહ્યા છીએ ત્યારે શરદ દેવરાજન, ડિઝની+ હોટસ્ટાર અને ગ્રાફિક ઈન્ડિયા સાથે જોડાણ કરવાની ખુશી છે.”
બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડના સહ-નિર્માણકર્તા, લેખક અને નિર્માતા શરદ દેવરાજન કહે છે, “એસ. એસ. રાજામૌલીની પુરાણકથા કહેવાની રીત અને પથદર્શક બાહુબલી ફિલ્મોએ ભારતભરમાં લાખ્ખો ચાહકોને મંત્રમુગ્ધ કરીને પેઢીઓ માટે સંપૂર્ણ ભારતીય મનોરંજનમાં નવો દાખલો બેસાડ્યો છે. તેઓ દુનિયામાં સૌથી ઉત્તમ ક્રિયેટરમાંથી એક છે અને તેમની સાથે અને આર્કા મિડિયાવર્કસ સાથે નવી અકથિત સિરીઝ શેર કરવા માટે જોડાણ કરવાનું ખરેખર સપનું સાકાર થવા જેવું છે. બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ રાજકારણ, ડ્રામા, દગો, યુદ્ધ, વીરતા, વફાદારી અને સાહસ સાથે ભરચક એનિમેટેડ એકશન- સભર સાહસ છે. આ ધ લીજેન્ડ ઓફ હનુમાન પછી ગૌરવ બેનરજી અને ડિઝની+ હોટસ્ટાર ખાતે અદભુત ટીમ સાથે મારો બીજો એનિમેશન પ્રોજેક્ટ છે અને તેઓ દેશ માટે આ પથદર્શક નવો એડલ્ટ એનિમેટેડ શો રજૂ કરવા ગ્રાફિક ઈન્ડિયા ખાતે અમારે માટે ઉત્તમ ભાગીદાર છે.”
સફળ બાહુબલી ફ્રેન્ચાઈઝમાં બાહુબલીની ભૂમિકા ભજવનારા ભારતીય અભિનેતા પ્રભાસ કહે છે, “બાહુબલી અને ભલ્લાલદેવ બાહુબલીના આ નહીં જોયેલા અધ્યાયમાં એકત્ર આવી રહ્યા છે તે રોમાંચક સમય છે. બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ અધ્યાય ફિલ્મ ફ્રેન્ચાઈઝમાં વાર્તા પૂર્વેનો છે. બાહુ અને ભલ્લાના જીવનમાં આ મહત્ત્વપૂર્ણ અધ્યાય છે. એસ. એસ. રાજામૌલી, શરદ દેવરાજન, ડિઝની+ હોટસ્ટાર, આર્કા મિડિયાવર્કસ અને ગ્રાફિક ઈન્ડિયા એનિમેટેડ ફોર્મેટમાં આ વાર્તા દુનિયા માટે લાવી રહ્યા છે તે સુંદર છે. હું બાહુબલીના પ્રવાસમાં આ નવો અધ્યાય જોવા ભારે ઉત્સુક છું.”
બાહુબલી ફ્રેન્ચાઈઝમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવનારા રાણા દગુબટ્ટીએ જણાવ્યું હતું કે, “બાહુબલીની ફિલ્મ ફ્રેન્ચાઈઝે તેનો વારસો નિર્માણ કર્યો છે ત્યારે આ વારસો એનિમેટેડ વાર્તાકથનની ફોર્મેટમાં ચાલુ રાખવામાં આવી રહ્યો છે તે જોઈને હું ભારે રોમાંચિત છું. બાહુબલી અને ભલ્લાલદેવના જીવનમાં આ નવો અધ્યાય બાહુબલીની દુનિયામાં ઘણાં બધાં વધુ રહસ્યો ખોલી નાખશે. હું ચાહકો અને નવા દર્શકો માટે આકર્ષક રીતે બાહુબલીની દુનિયા રજૂ કરતી એનિમેટેડ ફોર્મેટમાં બાહુબલીની દુનિયાનો નવો અધ્યાય એસ. એસ. રાજામૌલી, શરદ દેવરાજન, ડિઝની+ હોટસ્ટાર, આર્કા મિડિયાવર્કસ અને ગ્રાફિક ઈન્ડિયા લાવી રહ્યા છે તે માટે રોમાંચિત છું.”