નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 મે 2024:
અમદાવાદમાં ITC નર્મદા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ સોફ્ટવેર કંપની બેન્ટલી સિસ્ટમ્સ ઇન્કોર્પોરેટેડ (નેસ્ડેક: બીએસવાઇ) દ્વારા ઇનોવેશન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ઇન્ડસ્ટ્રીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પરિવર્તન લાવવામાં ડિજિટલ ટ્વિન્સ અને ડિજિટલ ડિલિવરીની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ રહી છે એ વાતને ઉજાગર કરવામાં આવી હતી.
ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફાસ્ટ્રક્ચર, એનર્જી, વોટર સેક્ટર માટે બેન્ટલીના ઉદ્યોગ-અગ્રણી સોફ્ટવેર સોલ્યુશન્સની શોધ કરનારાઓ માટે બેન્ટલીએ મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓ, ડિઝાઇન કન્સલટન્ટ, કન્ટ્ર્ક્શન કોન્ટ્રાક્ટરો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દક્ષિણ એશિયાના રિજનલ એક્ઝિક્યુટિવ કમલકન્નન તિરુવાડીએ સક્સેસ સ્ટોરી તેમજ ગુજરાતમાંથી પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરતા ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં બેન્ટલીના યોગદાન વિશેની વાતોને ઉજાગર કરી હતી. આ અંગે વાત કરતા તિરુવાડીએ કહ્યું, “બેન્ટલી નવીન સોફ્ટવેર સોલ્યુશન્સ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફ્યૂચરને નવો આકાર આપવા માટે પ્રતિબદ્ધ છે. ડિજિટલ ડિલિવરી અને ડિજિટલ ટ્વિન્સ કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કલ્પના, નિર્માણ અને સંચાલનમાં એક ક્રાંતિકારી બદલાવ લાવી રહ્યું છે અને બેન્ટલી આ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. આ સાથે સંસ્થાઓની અસેસ્ટ લાઇફ સાયકલની કાર્યક્ષમતા, વિશ્વસનીયતા તેમજ સામર્થ્યને વધારવા માટે ડિજિટલ ટ્વીન ટેક્નોલોજી સાથે મળીને એક ઓપન અને સંકલિત એપ્લિકેશનોમાંથી લાભ મેળવવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે.
આ સાથે “ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય અને બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરીને શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગની સુસંગતતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ વ્યૂહાત્મક ભાગીદારી ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડાયનામિક ફિલ્ડમાં સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારિક એપ્લિકેશન વચ્ચેના અંતરને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા એકેડેમિક ઇન્ડસ્ટ્રી સહયોગમાં એક આધારશિલાનું પ્રતિક છે.
ટ્રાન્સપોર્ટેશન સેશનમાં ઓપરેશનલ કાર્યક્ષમતા તેમજ ઇનોવેશનને આગળ વધારવામાં ડિજિટલ ટિવન્સની સંભવિતતાને ઉજાગર કરી હતી. જ્યારે અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિ.ના ડિઝાઇન અને એન્જિનિયરિંગ સિનિયર મેનેજર ચિરાગ જોશીએ કેવી રીતે અદાણી ખાતે બેન્ટલી સોલ્યુશન્સનો ઉપયોગ કરીને ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ માટે સેફ્ટી અને ઇનોવેશનમાં સુધારો કરીને પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થયો એ વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવી હતી.
એનર્જીના સેશનમાં નેટ ઝીરો ફ્યૂચર તરફ મોટા પાયે એનર્જી પ્રોડક્શન માટે ઇનોવેશન તેમજ કોલોબેરેશન અંગેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સાથે સ્કેલેબલ અને ફ્લેક્સિબલ વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ટ્વીન સોલ્યુશન પર સ્પષ્ટતા કરતા વોટર સેશન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
આ કાર્યક્રમમાં “વિમેન ઇન એન્જિનિયરિંગ” સેશન દરમિયાન સિસ્ટ્રા ઇન્ડિયાના BIM એક્સપર્ટ ગુંજન થાનકીએ કેવી રીતે એન્જિનિયરિંગમાં મહિલાઓ કેવી રીતે એક સ્થાયી આવતીકાલના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અગાઉના વર્ષના ગોઇંગ ડિજિટલ એવોર્ડ્સના યોગદાનને સ્વીકારવા માટે એક વિશેષ પુરસ્કારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, એમએઆરએસ પ્લાનિંગ એન્ડ એન્જિનિયરિંગ સર્વિસિસ, ટાટા કન્સલ્ટિંગ
#bharatmirror #bharatmirror21 #news #bentley #transportation #energy #waterinfrastructure #ahmedabad